Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ભારે વરસાદને કારણે જળાશયો છલકાયા, ડેમો ઓવરફ્લો અને નદીઓ બે કાંઠે

Live TV

X
  • રાજ્યમાં ભારે વરસાદના કારણે જળાશયો છલકાયા છે. વિવિધ જિલ્લામાં ડેમો ઓવરફ્લો થયા છે અને નદીઓ બે કાંઠે થઇ છે. મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. વડાલી, સતલાસણા માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ તંત્ર દ્વારા નીચણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે ધારીનો ખોડિયાર ડેમ 70 ટકા ભરાતાં હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જળાશય પૂર્ણ સપાટીએ ભરાતા ગમે તે સમયે ડેમના દરવાજા ખોલવામાં આવશે.. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીકાંઠાના વિસ્તારથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે..

    વિવિધ જિલ્લાઓમાં મેઘમહેર

    મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને વહેલી સવારથીજ સમગ્ર જિલ્લામાં મેઘ મહેર થઈ રહી છે. જિલ્લાના તમામ છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતા, ખરીફ પાકને જીવનદાન પણ મળ્યું છે. બીજી તરફ જિલ્લામાં આવેલ કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતા અને ડેમના ઉપરવાસમાં આવેલ મહી બજાજ ડેમમાંથી પાણીની આવક થતા કડાણા ડેમનું રુલ લેવલ જાળવી રાખવા ડેમના 8 ગેટ 3 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 44 હજાર 800 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમ ભરાઈ જતા આગામી સીઝનમાં મહીસાગર જિલ્લા સહિત રાજ્યના વિવિધ 8 જિલ્લાને સિંચાઈ તેમજ પીવા માટે પૂરતું પાણી મળી રહેશે. નર્મદા જિલ્લામાં આવેલા અન્ય એક નાના કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે અને કરજણ નદીમાં 13 હજાર 236 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમના ઉપરવાસ દેડીયાપાડા અને સાગબારામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડતાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને કરજણ ડેમની પાણીની હાલની સપાટી 109.63 મીટર પર પહોંચી છે. સાથે જ પાવર હાઉસ મારફતે પાણીની કુલ જાવક 13 હજાર 661 ક્યુસેક પર પહોંચી છે. નર્મદા જિલ્લાના કરજણ કાંઠાના હજરપુરા, ધાનપોર, ભદામ સહિત 6 ગામો એલર્ટ કરાયા છે. આ ડેમ આગામી એક વર્ષ સુધી પીવાનું અને સિંચાઇનું પીવાનું પાણી પૂરું પાડી શકે તેમ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply