Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં વરસાદે ઘમરોળ્યું, CMએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

Live TV

X
  • ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે રાજ્યભરમાં વરસાદની સ્થિતિ અંગે CMએ માહિતી મેળવી છે. CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાત લીધી છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો છે. સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, મહેસાણાના કલેક્ટર સાથે કરી ટેલીફોનિક વાતચીત કરી સ્થિતિ અંગે માહિતી મેળવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના કલેકટર સાથે ટેલીફોનિક વાતચીત કરી છે. આ ઉપરાંત તમામ જિલ્લાના કલેકટરને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

    મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા તેમજ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા સૂચના આપી.

    અમદાવાદ ડૂબ્યું !

    બીજી તરફ અમદાવાદમાં આજે સવારે પણ ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે પૂર્વના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. અને લોકો હાલાકીમાં મુકાયા. નારોલમાં નેશનલ હાઈવે-8 પર પાણી ફરી વળ્યા હતા.

    સવારથી અત્યાર સુધી દસ્ક્રોઇમાં સૌથી વધુ 9.29, ધોળકામાં 3.27, બાળવામાં 3.15 ઇંચ વરસાદ નોંધાયો છે.. તો ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.. અમદાવાદના પૂર્વ વિસ્તાર હાટકેશ્વર, ખોખરા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply