Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ, રાજકોટની શાળાઓમાં 80 ટકાથી વધુ વિદ્યાર્થીઓ હાજર

Live TV

X
  • ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી, ગ્રાન્ટેડ અને તમામ ખાનગી શાળાઓમાં શૈક્ષણિક સત્ર 2022-23ની શરૂઆત થઈ ગઈ છે.

    ગુજરાતમાં આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી, ગ્રાન્ટેડ અને તમામ ખાનગી શાળાઓમાં શૈક્ષણિક સત્ર 2022-23ની શરૂઆત થઈ ગઈ છે. શાળાઓમાં 5 મે બાદ ઉનાળુ વેકેશન શરૂ થયું હતું, તો શૈક્ષણિક સત્રની એક સપ્તાહ મોડી શરૂઆત થઈ છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ ફરી શાળાઓના કેમ્પસ-મેદાનો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા.

    એક કરોડથી વધુ બાળકો વેકેશનની મજા માણ્યા બાદ શાળાએ જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા 2022-23ના એકેડમિક કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી નથી.  રાજકોટમાં પ્રથમ દિવસે શાળાઓમાં 80 ટકાથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તો બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થવાને કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ માસ્ક સાથે જોવા મળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply