Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર વધુ એક વર્ષનો પ્રતિબંધ

Live TV

X
  • રાજ્યમાં ગુટકા,તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ,સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006  અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન -2011 હેઠળ તા.6 સપ્ટેમ્બર 2025 ના જાહેરનામાંથી તા.13 સપ્ટેમ્બર 2025 થી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    એમ, કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવાયું છે કે, કોઈ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. આમ ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ હાનિ પહોચે છે. જેથી વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને નુકસાનકારક ગુટકા પર કાયદા અન્વયે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

    રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ પ્રતિબંધ મૂકતું નોટીફિકેશન કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા.6 સપ્ટેમ્બર 2025 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેનાં વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા માલુમ પડશે તો ઉક્ત કાયદા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply