રૂપાલ ગામે પાંડવોના સમયથી ચાલતી પલ્લીની પરંપરા
Live TV
-
રૂપાલની પલ્લીમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
ગાંધીનગર જિલ્લા ના ,રૂપાલ ગામે આવેલા ,વરદાયિ ની માતા ના મંદિરે ,પાંડવો ના સમય થી શરૂ થયેલી પલ્લી ની પરંપરા ,આજે પણ ચાલી રહી છે. પૌરાણિક દંત કથા મુજબ, અજ્ઞાતવાસ દરમિયાન ,પાંડવો એ ,અહીં એક વર્ષ પસાર કર્યું હતું ,અને વરખડી ના વૃક્ષ માં ,શસ્ત્રો છુપાવ્યા હતા. નિર્વિઘ્ને, અજ્ઞાત વાસ પૂરો થતાં ,આ વરદાયિની ની પલ્લી બનાવી ,તેના પર ઘી નો ,અભિષેક કર્યો હતો. ગઈકાલે રૂપાલ ની પલ્લી માં ,શ્રદ્ધાળુઓ ,મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પલ્લી રથ,ગામ ના 27 ચકલા થી પસાર થાય ,ત્યારે ભક્તો ,તેના પર હજારો મણ ,ઘીનો અભિષેક કરે છે. ગામ લોકો ,પોતાના બાળકો ને ,પલ્લીના દર્શન કરાવી ને ,માનતા પૂરી કરે છે.
