Skip to main content
Settings Settings for Dark

લુણાવાડા ખાતે વિચરતી અને વિમુક્ત જનજાતિ રાષ્ટ્રીય મુક્તિ દિનનું સંમેલન યોજાયું

Live TV

X
  • મહિસાગરના લુણાવાડા ખાતે વિચરતી અને વિમુક્ત જનજાતિ રાષ્ટ્રીય મુક્તિ દિનનું સંમેલન યોજાયું

    મહિસાગરના લુણાવાડા ખાતે વિચરતી અને વિમુક્ત જનજાતિ રાષ્ટ્રીય મુક્તિ દિનનું સંમેલન યોજાયું હતું. અખિલ ભારતીય વિચરતી અને વિમુક્ત જન જાતિ વેલફેર સંઘ ગુજરાત પ્રદેશ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય સામાજીક અધિકારીતા મંત્રી રામદાસ આઠવલે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે દેશની આઝાદી બાદ અંગ્રેજ સરકારે લાગુ કરેલ ગુનેગાર જાતીઓ નામના કાળા કાયદામાંથી ૩૧ મી ઓગષ્ટ ૧૯૫૨ ના રોજ વિચરતી અને વિમુક્ત જાતિને આઝદી મળી હતી. આ જાતિઓ ૩૧ મી ઓગસ્ટને મુક્તિ દિન તરીકે મનાવે છે. આગામી સમયમાં તેમને શિક્ષણ રહેઠાણ સહિતની સરકારની વિવિધ યોજનાઓનો લાભ તેમના સુધી પહોચે તે માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમ તેમણે ઉમેર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply