લૉકડાઉનમાં કામ વગર બહાર નીકળતા લોકો સામે થઇ કડક કાર્યવાહી: DGP
Live TV
-
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, સમગ્ર રાજ્યમાં હાલ લોકડાઉનની સ્થિતિ છે છતાં હજુ પણ લોકો લોકડાઉનનું પાલન કરતા નથી. કેટલાક લોકો એક બે ટામેટા લઈને બહાર નીકળે છે, આવા ખોટા બહાના કાઢી ઘર બહાર નીકળનાર લોકોના વાહન જપ્ત થશે. ક્રિકેટ રમનાર અને વિના કારણે બહાર ફરવા નીકળનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આ સંવેદનશીલ માહોલમાં પોલીસ લોકોની મદદ કરવાની ભાવના સાથે કામ કરે, તે માટે સૂચના આપી હતી. વધુમાં તેમણે જણાવ્યુ કે, અત્યાર સુધીમાં 8,773 લોકોની અટકાયત કરવામાં આવી છે.
