લોકરક્ષક દળની ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
Live TV
-
ગુજરાતમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં ચાલી રહી છે, ત્યારે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેરિટમાં 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
ઉમેદવારો તેમનું નામ અને મેરિટ સ્ટેટસ સહિતની માહિતી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જાહેર કરવામાં આવી છે.
LRDના મેરિટ લિસ્ટમાં પસંદગી પામેલા ઉમેદવારોએ આગામી 3 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન (Self Declaration) સબમિટ કરવાનું રહેશે. જેમાં ઉમેદવારોએ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી Self Declaration Form ઓનલાઈન ભરીને તેની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.
