Skip to main content
Settings Settings for Dark

વડનગર બનશે પ્રથમ ‘સ્લમ ફ્રી સિટી’, ઐતિહાસિક શહેર માટે રાજ્ય સરકારનો વિકાસ પ્રોજેક્ટ

Live TV

X
  • વડનગરને ગુજરાતનું પહેલું “સ્લમ ફ્રી” શહેર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી શહેરનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહેશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર દ્વારા મહત્વાકાંક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે વડનગરને ગુજરાતનું પહેલું “સ્લમ ફ્રી” શહેર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી શહેરનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહેશે અને સાથે સાથે આધુનિક વિકાસ પણ થશે.

    નીચે મુજબની કામગીરી કરવામાં આવશે
    વડનગર શહેરના કુલ 300થી વધુ કુટુંબોને નવા ઘરોમાં પુનર્વસિત કરવામાં આવશે
    વિકાસકાર્ય માટે 15 જેટલા વિસ્તારોમાંથી, અંદાજે 7 કરોડ રૂપિયાની કિંમતની જમીન મુક્ત કરવામાં આવશે
    પુનર્વસન માટે પાલિકા દ્વારા, જમીન ફાળવણીને મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે ચોમાસા બાદ ઝડપી કામગીરી હાથ ધરાશે

    કોને શું મળશે?
    દરેક સ્લમવાસીને 50 ચો.મી. પ્લોટ અને પાકું મકાન અપાશે
    ત્યાં સુધી ભાડાની રકમ રાજ્ય સરકાર આપશે
    નવા વિસ્તારોમાં સંપૂર્ણ સુવિધાઓ સાથે રહેઠાણ, રોડ, પાણી, કોમ્યુનિટી હોલ વગેરે ઊભાં કરાશે.

    રાજકીય અને શાસકીય માળખું
    વિકાસ યોજના માટે ખાસ સમિતિ રચવામાં આવી છે, જેમાં કલેક્ટર મહેસાણા અધ્યક્ષ તરીકે અને પ્રાદેશિક કમિશ્નર સહિતના અધિકારીઓ સભ્ય તરીકે જોડાયેલા છે. પાલિકા, નગર આયોજન અધિકારી અને ચીફ ઓફિસરનો પણ સમાવેશ થાય છે.

    જમીન મુક્તિ સ્થળો
    1. સોમનાથ મંદિર સામે (4717.09 ચો.મી.)
    2. નજીકના દેવીપૂજક વાસ (1943.46 ચો.મી.)

    સહિત કુલ 15 વિસ્તારોની કુલ 45,722 ચો.મી. જમીન મુક્ત થશે

    આગામી બે વર્ષમાં વડનગરનો નવો ચહેરો
    આ વિકસિત યોજના અંતર્ગત આગામી બે વર્ષમાં વડનગરનું રૂપાંતરણ જોવા મળશે. પરંપરા અને આધુનિકતાના સમન્વય સાથે વડનગર હવે માત્ર ઐતિહાસિક નગરી નહીં, પણ ગુજરાતના મોડેલ હેરિટેજ અને ટૂરીઝમ સિટી તરીકે ઓળખવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply