Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: CED કેન્દ્રે 5 વર્ષમાં 3,300 યુવાનોને આપી રોજગારીની સજ્જતા

Live TV

X
  • જૂન મહિનાના અંતિમ બે દિવસ દરમિયાન વડોદરા ખાતે યોજાનારી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' ઉદ્યોગ જગત માટે નવા દ્વાર ખોલવા જઈ રહી છે. "નોકરી શોધનાર નહીં, પણ નોકરી આપનાર બનો" ના મંત્ર સાથે વાઘોડિયા જી.આઈ.ડી.સી. સ્થિત 'સેન્ટર ફોર આંત્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ' (CED) કેન્દ્રે છેલ્લા પાંચ વર્ષમાં 3,300 થી વધુ તાલીમાર્થીઓને સજ્જ કરી ઉદ્યોગસાહસિકતાનો મજબૂત પાયો નાખ્યો છે.

    ગુજરાત સરકાર સંચાલિત આ સંસ્થા વડોદરા ઉપરાંત દાહોદ, પંચમહાલ, આણંદ અને છોટા ઉદેપુરના યુવાનો, મહિલાઓ અને સ્ટાર્ટઅપ સ્થાપકો માટે સક્ષમ માર્ગદર્શક બની છે.સંસ્થા દ્વારા મુખ્યત્વે બે પ્રકારની પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે:મોડ્યુલ-1 (30 દિવસ): ચાર સપ્તાહની સઘન નિવાસી કે બિન-નિવાસી તાલીમ.મોડ્યુલ-2 (15દિવસ): બે સપ્તાહ માટે દૈનિક 3 થી 5 કલાકની તાલીમ.ઉદ્યોગની પસંદગી, સરકારી યોજનાઓ અને સબસિડીની માહિતી, પ્રોજેક્ટ રિપોર્ટ, બેંક લોન પ્રક્રિયા, હિસાબી વ્યવસ્થા તેમજ ડિજિટલ માર્કેટિંગ અને વેચાણ કૌશલ્ય.આગામી વાઇબ્રન્ટ કોન્ફરન્સ દરમિયાન ઉદ્યોગસાહસિકતાને વધુ વેગ આપવા વિશેષ પ્રકલ્પો યોજાશે.

    સફળ મહિલા ઉદ્યોગપતિઓ નવી પેઢીની મહિલાઓ અને ગૃહિણીઓને પ્રેરણા આપવા પોતાની સાફલ્યગાથા રજૂ કરશે.નવઉદ્યમીઓ માટે 20 જેટલા સ્ટોલ્સના માધ્યમથી સરકારી યોજનાઓ, લોન પ્રક્રિયા અને જીવંત માર્ગદર્શન એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે.વડોદરાની આ રીજનલ કોન્ફરન્સ માત્ર મોટા રોકાણો પૂરતી સીમિત નથી, પરંતુ સ્થાનિક કક્ષાએ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને (MSME) મજબૂત કરવાનો પ્રયાસ છે. CED ની સઘન તાલીમ અને સરકારની પ્રોત્સાહક નીતિઓ આગામી દિવસોમાં 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' ના વિઝનને વેગ આપવામાં માઇલસ્ટોન સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
apply