Skip to main content
Settings Settings for Dark

વડોદરા : અહીંયા વિદ્યાર્થીઓ જાતે જ પરીક્ષાના સમય મુજબ પેપર લખે છે અને મૂલ્યાંકન કરે છે

Live TV

X
  • વડોદરામાં : દેશભરમાં જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ પરિસ્થિતિ છે ત્યારે ગ્રામીણ પ્રાથમિક શાળાના બાળકો માટે અભ્યાસ કરવો દુર્લભ છે, પરંતુ વડોદરાના ગ્રામીણ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે-ઘરે પેપર આપીને પરીક્ષાની જેમ જાતે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ જાતે પરીક્ષાના ટાઈમ મુજબ પેપર લખે છે અને જાતે જ તેની મૂલ્યાંકન કરે છે જેના કારણે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ સફળ બની શકે તેમ છે કારણ કે તેઓમાં સ્વયંશિસ્ત જાગે છે તેઓ ચોરી કર્યા વગર પેપરો લખે છે અને જાતે જ તપાસણી કરીને માર્ક મૂકે છે સારી બાબત ગ્રામીણ વિસ્તારમાં નજરે પડી રહી છે. 

    ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે પ્રાથમીક શાળાના તમામ બાળકોને પાસ કરવા આગલી પરીક્ષાના રીઝલ્ટ મુજબ માર્ક્સ આપવા પરંતુ અહી વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ પરીક્ષા આપવામાં આવે છે અને મૂલ્યાંકન પણ જાતે કરીને શિક્ષક તરીકેની પણ ફરજ નિભાવી રહ્યા છે અને કોરોના ના  કારણે તેઓ સોશિયલ ડિસ્ટન્સ  જાળવીને દૂર દૂર બેસીને નાના બાળકો અને ભારતના ભવિષ્યના ભૂલકાઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યાં સંપૂર્ણ ગ્રામ્ય વિસ્તાર નજરે પડે છે ,  ક્યાંક નાના કુતરાના બચ્ચા રમે છે તો ક્યાંક ગાય ભેંસ નજરે ચડે છે તો ક્યાંક હિચકો પણ નજરે ચડે છે અને ઝૂંપડાઓની વચ્ચે આ બાળકો ખુશખુશાલ મુદ્રામાં પરીક્ષા આપીને શહેરના બાળકોને જાણે સંદેશ આપી રહ્યા છે કે તમે ઓનલાઇન ભણો છો ત્યારે અમે offline નેટ વગર જાતે જ પરીક્ષાની તૈયારી કરીએ છીએ અને પરીક્ષા આપીને પાસ પણ થશું। દેશને કોરોનાના સમયમાં આ બાળકો વિશેષ સંદેશો આપી કોરોના સામે લડાઈ કરી જાણે જીતી ગયા હોય તેવા બુલંદ હોંસલા સાથે બાળકો પરીક્ષા આપી જંગ જીતી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply