Skip to main content
Settings Settings for Dark

વડોદરા: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે 12,908 ઉદ્યોગકારોને 1432 કરોડની સહાય અર્પણ

Live TV

X
  • વડોદરામાં યોજાનારી મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો સાથે બેઠક કરી 12,908 લાભાર્થીઓને કુલ 1,432.41 કરોડની સહાયનું વિતરણ કર્યું હતું. જેમાં 9,171 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (MSME) ઉદ્યોગોનો પણ સમાવેશ થાય છે.

    આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન હેઠળ ગુજરાત સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓને કારણે રાજ્યમાં દેશ-વિદેશના ઉદ્યોગોનું આકર્ષણ વધ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, મહેસાણા, રાજકોટ અને સુરત બાદ વડોદરામાં સૌથી વધુ સહાયનું વિતરણ થયું છે, જે વડોદરામાં ઔદ્યોગિક વિકાસની ગતિ દર્શાવે છે.સરકારે ઉદ્યોગોના પ્રશ્નોના સત્વરે નિરાકરણ માટે ખાતરી આપી હતી. કાર્યક્રમમાં એમએસએમઇ, ટેક્સટાઇલ અને લાર્જ ઇન્ડસ્ટ્રીઝ સહિત વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રી ડૉ. મનીષા વકીલ, સાંસદ ડૉ. હેમાંગ જોશી સહિતના પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply