Skip to main content
Settings Settings for Dark

વઢવાણની 100 વર્ષ પ્રાચીન 'ઘરશાળા'નો નવો અધ્યાય: 75 લાખના ખર્ચે નિર્મિત આધુનિક હાઈસ્કૂલનું લોકાર્પણ

Live TV

X
  • સુરેન્દ્રનગર જિલ્લાની શૈક્ષણિક ધરોહર સમાન અને 100 વર્ષ જૂની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શાળા 'ઘરશાળા' દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વનું સોપાન સર કરવામાં આવ્યું છે.

    સંસ્થાના ટ્રસ્ટ અને ઉદાર દાતાઓના સહયોગથી વઢવાણ ખાતે ભોગવો નદીના કાંઠે 75 લાખના ખર્ચે નવનિર્મિત વિનય મંદિર હાઈસ્કૂલના મકાનનું આજે, 13 એપ્રિલના રોજ ગરિમાપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    મહાત્મા ગાંધીજીના આદર્શો પર ચાલતી આ સંસ્થામાં હવે વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધીના ઉચ્ચ શિક્ષણ માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ નવીન મકાનની વિશેષતાઓ નીચે મુજબ છે: નવા મકાનમાં પાંચ વિશાળ વર્ગખંડો અને એક સમૃદ્ધ પુસ્તકાલયની સુવિધા ઊભી કરવામાં આવી છે.વિદ્યાર્થીઓને સમય સાથે કદમ મિલાવવા માટે શાળાને ડિજિટલ બ્લેક બોર્ડ જેવી ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે.આ નવું સંકુલ આશરે 200 જેટલા વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શિક્ષણનું માહોલ પૂરું પાડશે.ગરીબ પરિવારો માટે શિક્ષણનું દ્વાર આ શાળા સાથે પૂજ્ય બાપુની અનેક યાદો જોડાયેલી છે. આધુનિક યુગના પડકારોને પહોંચી વળવા માટે શાળાનું નવનિર્માણ એવા હેતુથી કરવામાં આવ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના સંતાનો પણ શ્રેષ્ઠ અને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી શકે.આ પ્રસંગે શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે, સંસ્થાના સતત વિકાસમાં ટ્રસ્ટીઓ અને દાતાઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે, જેના થકી વઢવાણના શૈક્ષણિક સ્તરમાં મોટો વધારો થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply