વરસાદથી નુકશાન માર્ગોની મરામત માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. ૧૬૦.૪૮ કરોડની રકમની ફાળવણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 162 નગરપાલિકાઓમાં આ વર્ષે અતિભારે વરસાદથી નુકશાન પામેલા માર્ગોની મરામત માટે રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. ૧૬૦.૪૮ કરોડની રકમની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાના અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં રસ્તાઓને ભારે નૂકશાન થયું છે. માર્ગો પર ખાડા પડવા, ધોવાણ થઇ જવું જેવા કારણોસર નગરોના આવા માર્ગોનું રિસરફેસિંગ રિપેરિંગ કરવું આવશ્યક બની ગયું છે. આ ઉપરાંત રસ્તાની સુવિધાના કામોમાં વૃધ્ધિ કરવા માટે રૂ. ૧ર.૩૦ કરોડ ૩૧ નગરપાલિકાઓને ફાળવવામાં આવશે. જે ૧૬૨ નગરપાલિકાઓને આ ગ્રાન્ટ મળવાની છે તેમાં અમદાવાદ ઝોનની ર૭, ગાંધીનગરની ૩૦, વડોદરાની ર૬, સુરતની રર, રાજકોટની ૩૦ તેમજ ભાવનગરની ર૭ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે
