Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-2026: દાવોસમાં ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે બન્યું 'વિશ્વાસનું પ્રતિક'

Live TV

X
  • વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-2026 અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, દાવોસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-૨૦૨૬માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સહભાગી બન્યું હતું. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આજે આત્મનિર્ભર બનીને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયું છે.

    જેના પરિણામે આજે વિશ્વાસ, વિકાસ અને વૈશ્વિક ભાગીદારી થકી ગુજરાત અગ્રેસર બન્યું છે. જે અંગે કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર પ્રતિનિધિ મંડળને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.   વધુમાં, પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વભરના અગ્રણી ચેરપર્સન, CEO, રોકાણકારો અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે 58 થી વધુ મહત્વપૂર્ણ બેઠકો યોજાઇ હતી. જેમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે ભારતના સૌથી વિશ્વસનીય અને પ્રગતિશીલ રાજ્ય તરીકે ગુજરાતે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. રાજ્યની નીતિઓમાં રહેલી સ્થિરતા અને દીર્ઘકાલીન આયોજન એ વિશ્વના રોકાણકારો માટે સૌથી મોટું આકર્ષણ બન્યું છે.

    આ પાંચ દિવસીય વૈશ્વિક મંચ પર ગુજરાતે મજબૂત ઔદ્યોગિક પાયા સહિત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા આધારિત આર્થિક વિકાસનું વિઝન વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વૈશ્વિક કક્ષાએ ગુજરાતના ગવર્નન્સ મોડલ અને 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' પ્રત્યે એક અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર વ્યાપાર ઉદ્યોગોની સાથોસાથ રમતગમત ક્ષેત્રમાં પણ વિશ્વ કક્ષાનું માળખું ઊભું કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિઝન રોકાણકારો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply