Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ બેંકના સાઉથ એશિયા રિજનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટની મુખ્યમંત્રીની સાથે વન ટુ વન બેઠક

Live TV

X
  • વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ઉત્તર ગુજરાતની આવૃત્તિ મહેસાણાના ખેરવા ખાતે આજથી બે દિવસ માટે યોજાઇ રહી છે.

    આ VGRCના  પ્રથમ દિવસે વન ટુ વન બેઠક ઉપક્રમમાં વર્લ્ડ બેંકના સાઉથ એશિયા ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટ અને પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની સાથે બેઠક યોજી હતી.

    તેમણે ગુજરાતના વેપારીઓ - ઉદ્યોગ  સાહસિકોને ગ્લોબલ વેલ્યુ ચેનમાં જોડવા માટે વર્લ્ડ બેન્કની ઉત્સુકતા દર્શાવી હતી.તેમણે ગુજરાતીઓની વેપાર કુશળતા અને બજાર વ્યવસાયની ક્ષમતાઓની પ્રશંસા પણ કરી હતી.

    મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં તેમણે કાર્બન ક્રેડિટ લિંક ફાઇનાન્સ પ્રોડક્ટ દ્વારા સસ્ટેનેબલ ફાઇનાન્સિંગની નવી દિશા ખુલી શકે તેમ છે એમ જણાવ્યું હતું. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે VGRCના  પ્રદર્શનમાં વર્લ્ડ બેંકના સ્ટોલમાં તેમણે જે રાજ્યો - રાષ્ટ્રોને એગ્રીકલ્ચર સેક્ટર માટે ફાઇનાન્સિંગ કરેલ છે તેની બેસ્ટ પ્રેક્ટિસિસ દર્શાવી છે તેની પ્રશંસા કરી હતી.

    તેમણે આવી બેસ્ટ પ્રેક્ટિસિસનું શેરિંગ ગુજરાત સાથે થઈ શકે તે માટે અનુરોધ કર્યો હતો. 
    એડ ટેક જેવા ઉભરતા ક્ષેત્રોમાં જે વિકાસ સંભાવનાઓ છે તેને વર્લ્ડ બેન્કના સહયોગ થી રાજ્યમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે અંગે પણ ચર્ચા કરી હતી.

    આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ  પંકજ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, કૃષિ સહકારના અધિક મુખ્ય સચિવ  અંજુ શર્મા, ઊર્જાના અધિક મુખ્ય સચિવ  હૈદર, ઉદ્યોગ અગ્ર સચિવ  મમતા વર્મા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ  અવંતિકા સિંધ, સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે પણ જોડાયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply