Skip to main content
Settings Settings for Dark

વલસાડ જિલ્લામાં તા.17 સપ્ટેમ્બરથી યોજાશે 10માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ

Live TV

X
  • રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમ જ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ આગામી તા. 17 સપ્ટેમ્બરથી સેવાસેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં અલગ અલગ વિભાગની 55 જેટલી સેવાઓ ગ્રામજનોને પુરી પાડવામાં આવશે.

    વલસાડ જિલ્લાના 6 તાલુકા પૈકી ધરમપુર તાલુકાના 36 ગામોને આવરી લેતા સેવાસેતુ કાર્યક્રમ અંગે માહિતી આપતા જિલ્લા કલેકટર નૈમેષ દવેએ જણાવ્યું કે, દરેક તાલુકામાં 3 સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. દરેક તાલુકાના ગામોની 3 ક્લસ્ટરમાં વહેંચણી કરવામાં આવી છે. જેમાં દરેક ગામોને આવરી લેવામાં આવશે. તા. 17 સપ્ટેમ્બરના રોજ પ્રથમ ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોને આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ બીજા બે ક્લસ્ટરમાં બાકી ગામોનો સમાવેશ કરાયો છે.

    વધુમાં જિલ્લા કલેકટર દવેએ જણાવ્યું કે, વિવિધ દાખલા મેળવવા માટે જન સેવા કેન્દ્રમાં પ્રોસેસ ફી પેટે રૂ. 20 આપવામાં આવે છે, પરંતુ સેવાસેતુમાં આ ફી માફ કરવામાં આવી છે. આવી જ રીતે શહેરી વિસ્તારમાં પણ સેવાસેતુના કાર્યક્રમ યોજાનાર છે. જે વલસાડ શહેરમાં તા.18-19 સપ્ટેમ્બર, વાપીમાં તા. 20 સપ્ટેમ્બર, પારડીમાં તા. 21 સપ્ટેમ્બર, ધરમપુરમાં તા. 1 ઓક્ટોબર અને ઉમરગામમાં તા. 11 ઓક્ટોબરે યોજાશે. સમગ્ર જિલ્લામાં આગામી તા. 17 થી સેવા સેતુના કાર્યક્રમો શરૂ થશે. જેથી વલસાડવાસીઓને આ સેવાસેતુ કાર્યક્રમોનો લાભ લેવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

    પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે હાથ ધરાનારા આ સેવાસેતુ કાર્યક્રમના દસમાં તબક્કામાં જિલ્લા કલેકટર નૈમેષ દવે અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ તા. 17 મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લાના 6 તાલુકાના કુલ 166 જેટલા ગામોને આવરી લેવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply