વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છ
Live TV
-
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની ગતિ વધુ તેજ કરવાની દિશામાં મોરબીમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા ગત 2 વર્ષમાં 1200 થી વધુ ઔદ્યોગિક એકમોને 460 કરોડથી વધુની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી 50 કંપનીઓ વચ્ચે 2470 કરોડનાં MoU કરવામાં આવ્યા હતા.
સિરામિક ઉત્પાદનોની દેશની કુલ નિકાસમાં મોરબી નોંધપાત્ર 80 ટકા અને ગુજરાતના સિરામિક ઉત્પાદનમાં 90 ટકા હિસ્સો ધરાવે છે; ગુજરાતમાં મીઠાના ઉત્પાદનમાં કચ્છ જિલ્લા બાદ મોરબી બીજો નંબરે આવે છે.‘નળિયા, તળિયા અને ઘડિયાળ’ની ઓળખ એવા મોરબીમાં ઘડિયાળ, મીઠા, પેપરમિલ-પેકેજીંગ સહિત મહત્વના ઉદ્યોગો ગુજરાત સહિત દેશના 8 લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે.
