Skip to main content
Settings Settings for Dark

વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) દર વર્ષે આપણને યાદ અપાવે છે પર્યાવરણ સંરક્ષણની

Live TV

X
  • વિશ્વ પર્યાવરણ દિવસ (5જૂન) દર વર્ષે આપણને પર્યાવરણ સંરક્ષણની યાદ અપાવે છે. આજે આપણે ક્યાં છીએ? વાસ્તવિકતા ચિંતાજનક છે.

    વનોનો વિનાશ, વધતું પ્લાસ્ટિક પ્રદૂષણ, વૈશ્વિક તાપમાન વધારો અને જીવવૈવિધ્યનું અદશ્ય થવું આપણી આંખ સામે છે. શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ છે. આપણે ટેક્નોલોજી અને આર્થિક વિકાસમાં આગળ વધ્યા છીએ, પરંતુ પર્યાવરણને ભૂલી ગયા છીએ. ક્યાંક આપણે હજુ પણ પર્યાવરણને “સંપત્તિ” તરીકે નહીં, પરંતુ “સ્ત્રોત” તરીકે જોઈએ છીએ. આ દિવસ ઉજવણી સાથે આત્મચિંતનનો પણ  છે.

    આધુનિક યુગમાં પર્યાવરણ સામે મુખ્ય પડકારો છે: અતિશય ઔદ્યોગિકીકરણ, વન ક્ષેત્રનું ઘટાડો, પ્લાસ્ટિક અને ઇ-વેસ્ટનું વધતું પ્રમાણ, જળ પ્રદૂષણ અને વાતાવરણીય પરિવર્તન. શહેરીકરણ અને વપરાશી સંસ્કૃતિ (consumer culture)ને કારણે કુદરતી સંસાધનો ઝડપથી ઘટી રહ્યા છે. જો આપણે હજુ પણ ગંભીર નહીં બનીએ તો આવનારી પેઢીઓને સ્વચ્છ હવા, પાણી અને જમીન મળવી મુશ્કેલ બનશે.ઉકેલો પણ આપણા હાથમાં છે. નવીનીકરણીય ઊર્જા (સૌર અને પવન ઊર્જા) તરફ વળવું, વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, કચરાનું વર્ગીકરણ અને રિસાયક્લિંગ અપનાવવું જરૂરી છે. સરકારી યોજનાઓ જેમ કે ‘સ્વચ્છ ભારત’, ‘નમામિ ગંગે’ અને વ્યક્તિગત સ્તરે શૂન્ય કચરા (zero waste) જીવનશૈલી અપનાવવી જોઈએ. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પર્યાવરણ સંરક્ષણને વધુ અસરકારક બનાવી શકાય છે.હા, પ્રયાસોની હજુ ઘણી જરૂર છે. અને આપણે સફળતા પણ મેળવી શકીએ છીએ...આપણે આવનારી પેઢીને વ્યવહારિક જવાબદારી શીખવવી જોઈએ. તેમને સમજાવવું કે પર્યાવરણ સંરક્ષણ વ્યક્તિગત અને સામૂહિક બંને જવાબદારી છે. શાળાઓમાં પર્યાવરણ અભ્યાસને વ્યવહારિક પ્રવૃત્તિઓ સાથે જોડવી, ઘરે બગીચા ઉછેરવા, પાણી અને વીજળીના બચાવની આદત પાડવી જોઈએ.આપણે તેમને એ પણ શીખવવું જોઈએ કે પૃથ્વી આપણી આવનારી પેઢીઓની પણ છે. જો આજે આપણે પ્રયાસ નહીં કરીએ તો આવતી કાલે તેઓ આપણને પ્રશ્ન પૂછશે....વિશ્વ પર્યાવરણ દિવસ એક પ્રેરણા છે દરરોજ પર્યાવરણનું રક્ષણ કરવાની.આપણા નાના-નાના પગલાંથી મોટા પરિવર્તન આવી શકે છે. ચાલો, આજથી જ પ્રતિજ્ઞા લઈએ કે પર્યાવરણને બચાવીશું, જેથી આવનારી પેઢી આપણને યાદ કરીને ગર્વ અનુભવે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply