Skip to main content
Settings Settings for Dark

"વિશ્વ લીવર ડે" ના દિવસે અમદાવાદ સિવિલમાં થયું 150મું અંગદાન

Live TV

X
  • ડીસાના રહેવાસી અને મજૂરી કામ કરતાં અર્જુનજી ઠાકોર 17 મી એપ્રિલે માર્ગ મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન ડીસા પાટણ હાઇવે પર બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજા  થઈ ‌. જેથી તેઓને પ્રાથમિક સારવાર અર્થે પ્રથમ ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દિલીપ દેશમુખ (દાદા) દ્વારા સમગ્ર ગુજરાતમાં જે અંગદાન જનજાગૃતિનું અભિયાન ચલાવવામાં આવ્યું છે તે અંતર્ગત દિલીપ દેશમુખ દાદાનાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કર્મીઓને અર્જુનજીનાં બ્રેઈન ડેડ હોવાની જાણ થતાં દિલીપ દેશમુખ દાદા અને તેમની ટીમે અર્જુનજીના સગાનો સંપર્ક કરી તેમને બ્રેઈન ડેડ અને અંગદાન વિશે સમજાવી આગળની કાર્યવાહી અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે વાત કરી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. સિવિલ હોસ્પિટલમાં 18 એપ્રિલના રોજ ડોક્ટરોએ અર્જુનજીનાં એપનીઆ ટેસ્ટ બાદ બ્રેઈન ડેડ જાહેર કર્યાં. 

    ડીસા તાલુકાના સાવિયાલા ગામના સરપંચ ઠાકોર રસિકજી રતુજીએ અર્જુનજી ઠાકોરના બ્રેઈન ડેડ હોવાની જાણ થતા તરત જ પોતાનો માનવધર્મ સમજી અર્જુનજીનાં પત્ની, ભાઇ તથા તેમના અન્ય સ્વજનોને અંગદાન વિષે સમજાવ્યા. જેથી અર્જુનજીનાં તમામ સ્વજનો એ તેમના અંગોના દાન થકી બીજા ત્રણ જરૂરિયાત મંદ વ્યકિતઓને જીવનદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો.

    આ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ આ ક્ષણે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞમાં આજે એક નોંધપાત્ર સિધ્ધી હાંસલ થઇ છે. જેમાં આજદિન સુધીમાં કુલ 150 અંગદાન  થયા છે. જેના દ્વારા કુલ 483 અંગોનું દાન મળ્યું છે. જે થકી  467 લોકોને નવજીવન પ્રદાન થયું છે. આજે વર્લ્ડ લીવર ડે નાં દિવસે થયેલા અંગદાનથી બે કિડની અને લીવરનું દાન મળ્યું છે . જેને સિવિલ હોસ્પિટલ કેમ્પસની જ કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામા આવશે.

    બ્રેઇનડેડ વ્યક્તિના અંગોને રીટ્રાઈવ કરતા પહેલા એક પ્રાર્થના કરવામાં આવે છે આજે થયેલ પ્રાર્થનામાં કિડની ઇન્સ્ટિટ્યૂટ ના ડાયરેક્ટર ડૉ‌.પ્રાંજલ મોદી અને યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી પણ હાજર રહ્યા હતા. દિલીપ દેશમુખ દાદાનાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામા આવેલ જન જાગૃતિ અભિયાનનાં લીધે આજે ગામેગામ છેવાડાનો માણસ પણ અંગદાનની મહત્તા સમજતો થયો છે.

    સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 150 અંગદાતાઓ થકી કુલ 483 અંગોનું દાન મળેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply