Skip to main content
Settings Settings for Dark

'શિક્ષકો પાસે શ્વાન ગણાવવાની વાત પાયાવિહોણી': શિક્ષણ વિભાગનો ખુલાસો

Live TV

X
  • રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયામાં "સરકાર હવે શિક્ષકો પાસે રખડતા શ્વાન ગણાવશે" એવા મથાળા હેઠળ પ્રસિદ્ધ થયેલા સમાચારોનો શિક્ષણ વિભાગે સત્તાવાર રદિયો આપ્યો છે. કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમાચારો તદ્દન સત્યથી વેગળા અને પાયાવિહોણા છે.

    રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયામાં "સરકાર હવે શિક્ષકો પાસે રખડતા શ્વાન ગણાવશે" એવા મથાળા હેઠળ પ્રસિદ્ધ થયેલા સમાચારોનો શિક્ષણ વિભાગે સત્તાવાર રદિયો આપ્યો છે. કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમાચારો તદ્દન સત્યથી વેગળા અને પાયાવિહોણા છે.

    શું છે સમગ્ર મામલો?
    શિક્ષણ વિભાગની સત્તાવાર યાદી મુજબ, સુપ્રીમ કોર્ટ દ્વારા 7 નવેમ્બર, 2025 ના રોજ આપવામાં આવેલા આદેશ (Suo Moto Writ Petition No: 5/2025) મુજબ તમામ સાર્વજનિક સંસ્થાઓ અને કેમ્પસમાં શ્વાનોની સુરક્ષા અને વ્યવસ્થા અંગે ચોક્કસ સૂચનાઓ આપવામાં આવી છે. આ આદેશના અમલીકરણ માટે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને અન્ય જાહેર કચેરીઓના કેમ્પસમાં રખડતા શ્વાનોનો સર્વે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    શિક્ષકોને કામગીરી સોંપ્યાનો ઉલ્લેખ નથી
    શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે વિભાગના 11 ફેબ્રુઆરી, 2026 ના પત્રમાં શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ કામગીરી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અથવા અન્ય કર્મચારીઓએ કરવાની રહેશે, તેવો પત્રમાં ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ સૂચનાઓ માત્ર વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી આપવામાં આવી છે.

    જાહેરહિતમાં લેવાયેલું પગલું
    કમિશનર શાળાઓની કચેરીએ જણાવ્યું છે કે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ તરફથી મળેલી સૂચનાઓ મુજબ જાહેરહિતમાં આ આદેશો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. મીડિયામાં આ બાબતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે અને શિક્ષકોને આ કામગીરીમાં જોડવાની વાતમાં કોઈ તથ્ય નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply