Skip to main content
Settings Settings for Dark

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિર્માણાધિન i-Hubની લીધી મુલાકાત

Live TV

X
  • અમદાવાદ ખાતે રૂ.૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન હબ ( i hub ) નું બિલ્ડીંગ અંદાજિત દોઢ લાખ સ્કેવર ફીટમાં તૈયાર થવા જઈ રહ્યું છે. જેની સ્થળ મુલાકાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ લીધી હતી.

    ઉપરોક્ત બિલ્ડીંગમાં ભવિષ્યમાં 500 સ્ટાર્ટઅપ બેસીને કામ કરીને લાભ લઈ શકશે તથા પ્લગ એન્ડ પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુજબ કોઈપણ વિધાર્થીઓ\ સ્ટાર્ટઅપ માત્ર પોતાનું લેપટોપ લઈને આવીને બેસીને કામ કરી શકશે એવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. તમામ માટે ફ્રી ઓફ કોસ્ટ ફેસિલીટી મળવાપાત્ર થશે.

    I Hub સેન્ટરમાં સેમિનાર હોલ, કો-વર્કિંગ સ્પેસ, મિટીંગ રૂમ, મેન્ટર ગેરેઝ, રિક્રીએશનલ એકટિવીટીઝ માટે જીમ, ટેબલ-ટેનિસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓગષ્ટ 2022 સુધીમાં આ સેન્ટર કાર્યરત કરવાનું આયોજન છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ હાલ કાર્યરત i-Hubની મુલાકાત લઈને સ્ટાર્ટ અપ સાથે વાત કરી હતી.

    આ પ્રસંગે એસ.જે હૈદર અગ્રસચિવ શિક્ષણ વિભાગ, એમ.નાગરાજન કમિશનર હાયર એજયુકેશન, જી.ટી.પંડયા, કમિશનર ઓક ટેકનિકલ એજયુકેશન, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડો.હિમાંશુ પંડ્યા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply