શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી: ધોરણ-12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ આવતીકાલે 4 જૂને થશે જાહેર
Live TV
-
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું માર્ચ-એપ્રિલ 2022ની પરીક્ષાનું પરિણામ આવતી કાલે 4 જૂનના રોજ સવારે 8 કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ 2022ની પરીક્ષાનું પરિણામ આગામી તારીખ 6 જૂનના રોજ સવારે 8 કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
