Skip to main content
Settings Settings for Dark

શ્રી દયાળજી દાદા: કલ્પનાના કેન્વાસ પર પૌરાણિક અને ગુજરાતી સંસ્કૃતિનું કરતાં અનોખું ચિત્રણ

Live TV

X
  • ગઢડા તાલુકાના 87 વર્ષીય દયાળજી રાઘવ  ડાંગસીયા પોતાની કલા દ્વારા પૌરાણિક કથાઓ અને ગ્રામીણ સંસ્કૃતિને કેનવાસ પર જીવંત કરી રહ્યા છે.

     સાત વર્ષની વયે ચિત્રકલાની શરૂઆત કરનાર દયાળજી દાદા 'કેલિગ્રાફી ડ્રોઈંગ'માં માહેર છે, જેમાં તેઓ અક્ષરો અને મંત્રો દ્વારા ચિત્રમાં એક નવી ઊંડાઈ અને આધ્યાત્મિક સ્પર્શ ઉમેરે છે.મૂળ અમદાવાદ જિલ્લાના ભડીયાદના વતની અને વર્ષ 1964 માં ડ્રોઈંગ ટીચિંગ સર્ટિફિકેટ (DTC) મેળવનાર દાદા લાંબા સમય સુધી ચિત્રકલાના શિક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે.

    આજે પણ તેઓ આધુનિક તકનીકને બદલે પરંપરાગત પદ્ધતિથી શિવ-પાર્વતી, કૃષ્ણલીલા, એકલવ્ય જેવા પૌરાણિક પાત્રો તેમજ ગુજરાતના ગ્રામીણ જીવનના દ્રશ્યોને આબેહૂબ રીતે કેનવાસ પર ઉતારે છે.દયાળજી દાદાની આ સફરમાં તેમના માતા-પિતા અને શિક્ષિકા ફઈબાનું પ્રોત્સાહન મહત્વનું રહ્યું છે. નિવૃત્તિ બાદ તેમના પત્ની અને નિવૃત્ત આચાર્યા જમનાબેનના સતત પ્રોત્સાહનથી દાદા આજે પણ આ ઉંમરે કલા સાધનામાં મગ્ન રહી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને લોકજીવનને કલમ અને રંગો દ્વારા વાચા આપતા દાદાની આ કલા સાધના અનેક યુવા કલાકારો માટે પ્રેરણારૂપ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply