સરહદી સુરક્ષા મજબૂત કરવા ગુજરાતના 8 IPS અધિકારીઓ કરશે સરહદી ગામોમાં રાત્રિ રોકાણ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આગામી 11 અને 12 જૂનના રોજ રાજ્યના 8 ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા 16 સરહદી ગામોની મુલાકાત લેશે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવાનો અને સ્થાનિક ગ્રામજનોની સુખાકારીની સમીક્ષા કરવાનો છે.મુલાકાત દરમિયાન અધિકારીઓ માત્ર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી જ નહીં કરે, પરંતુ નિર્ધારિત ગામોમાં સ્થાનિકોના ઘરે રાત્રિ રોકાણ કરીને તેમની સાથે સીધો સંવાદ પણ સાધશે. આ કવાયતમાં ADGP વાબંગ જમીર, ADGP અજયકુમાર ચૌધરી, IGP બિપિન આહિરે, DIGP એ. એમ. મુનિયા, DIGP કે. એન. ડામોર, DIGP ડૉ. લીના પાટીલ, ACP આર. ટી. સુસરા અને DIGP સુધા એસ. પાંડે વિવિધ જિલ્લાઓના ગામોની મુલાકાત લેશે.અધિકારીઓ વાવ-થરાદ, પાટણ અને કચ્છ જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓની સજ્જતાની સમીક્ષા કરશે તથા રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે સુરક્ષા અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરશે.
