સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ફરી એકવાર માવઠાની હવામાન વિભાગની આગાહી, તો બે દિવસ બાદ ઠંડીનો પારો વધુ ગગડવાની સંભાવના
Live TV
-
આગામી બે દિવસ દરમિયાન દાહોદ,છોટાઉદેપુર, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને લઈને હવામાન વિભાગ દ્વારા, આગામી બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ અને વલસાડના છૂટા છવાયા વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છના નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને રાજ્યભરના શહેરોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે... અમદાવાદમાં 20.4, વડોદરામાં 19.4, સુરતમાં 20.2 ડિગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયું છે. જ્યારે, આગામી બે દિવસ બાદ તાપમાનમાં, બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
