સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ, પરંપરાગત આદિવાસી હસ્તકલા પ્રદર્શન-વેચાણ મેળાનું આયોજન
Live TV
-
સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ, પરંપરાગત આદિવાસી હસ્તકલા પ્રદર્શન-વેચાણ મેળાનું આયોજન
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત પરંપરાગત આદિવાસી હસ્તકલા અને કૃતિઓના પ્રદર્શન-વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાપુતારાના સનસેટ પોઈન્ટ વ્યુ રોડ પર યોજાયેલા આ મેળાનું ઉદ્ઘાટન ગઈકાલે જિલ્લા કલેક્ટર શાલીની દુહાનના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ મેળો 11 ઓગસ્ટથી શરૂ થયો છે અને 17 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન, મુલાકાતીઓ આદિવાસી સંસ્કૃતિ અને જીવનશૈલીની ઝલક માણી શકશે. મેળામાં આદિવાસી વિસ્તારની પરંપરાગત હસ્તકલા-કૃતિઓ, આહારના સ્ટોલ્સ, ખેત ઉત્પાદનો, ગૌણ વન પેદાશો, અને વન ઔષધિઓનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવ્યું છે.
આ મેળાનો મુખ્ય હેતુ આદિવાસી કલાકારોને એક મંચ પૂરો પાડવાનો અને તેમની કળાને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રદર્શન-વેચાણ મેળાથી સ્થાનિક આદિવાસીઓને આર્થિક રીતે મદદ મળશે અને પ્રવાસીઓને આદિવાસી સંસ્કૃતિનો પરિચય થશે.
