સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન
Live TV
-
મહોત્સવમાં ૧૫ દેશ અને વિવિધ રાજ્યોના ૮૯ પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકર તથા જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
ડાંગના સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં ૧૫ દેશ અને વિવિધ રાજ્યોના ૮૯ પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકર તથા જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દિર્ઘદૃષ્ટિને કારણે ગુજરાતે વૈશ્વિક ફલક પર નામના મેળવી છે. તેમણે ઉમેર્યુ કે હાલ પ્રવાસન ઉઘોગની આવક રૂપિયા ૬૦૦ કરોડ સુધી પહોંચી છે જેનાથી રોજગારીનું સર્જન થયું છે. મહોત્સવમાં પરંપરાગત આદિવાસી લોકનૃત્ય પણ રજુ કરવામા આવ્યા હતા.
