સિવીલ સર્વિસ પરીક્ષા -2019 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ગાંધીનગરના પ્રણવ આગજાએ શું કહ્યુ સાંભળો
Live TV
-
પ્રણવ આગજાએ યુપીએસસીની પરીક્ષામાં 755 મો રેન્ક મેળવ્યો
યુપીએસસી દ્વારા લેવામાં આવેલી સિવીલ સર્વિસ પરીક્ષા - 2019નું અંતિમ પરિણામ જાહેર થઇ ચુક્યું છે. ઉમેદવાર આયોગની સત્તાવાર વેબસાઇટ પર આ પરિણામ જોઇ શકે છે. સપ્ટેમ્બર, 2019માં આયોજીત લેખિત પરીક્ષા ફેબ્રુઆરીથી ઓગસ્ટ 2020 સુધીમાં લેવામાં આવેલા ઇન્ટરવ્યુ આધારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાની મદદથી વિવિધ મુલ્કી સેવા માટે કુલ 829 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. સિવિલ સેવા પરીક્ષા 2019ના અંતિમ પરિણામમાં હરિયાણાના પ્રદીપસિંહ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા છે. બીજા સ્થાને જતિન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા ઉત્તીર્ણ થયા છે. ગૂજરાત સરકાર દ્વારા સંચાલિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા અર્થાત સ્પીપામાં તાલીમ મેળવી ચુકેલા કુલ 13 ઉમેદવારો પણ સિવિલ સર્વિસ પરીક્ષા 2019માં ઉત્તીર્ણય થયા છે. સ્પીપામાં તાલીમ મેળવી ચુકેલા સૂરત વરાછાના કાર્તિક જિવાણી 84મી રેન્કથી ઉત્તીર્ણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીએસસી કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ટ્વિટ કરીને અભિનંદન આપ્યા હતા.
સિવીલ સર્વિસ પરીક્ષા -2019 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ગાંધીનગરના પ્રણવ આગજાએ શું કહ્યુ સાંભળો કે મારો 755મો રેન્ક આવ્યો છે..છેલ્લા ચાર-પાંચ વર્ષથી મહેનત કરતા પ્રણવ આગજાએ જણાવ્યુ છે કે મારી આ સફળતાનો શ્રેય મારા માતા-પિતા ,બહેન અને શિક્ષકોને જાય છે..મારુ સપનુ આઈએએસ બનવાનુ છે..જો આ વખતે આઈએએસ ન બની શક્યો તો હું ફરીથી આ પરીક્ષા આપીશ..
