Skip to main content
Settings Settings for Dark

સુરતના યુવાને રાત્રે પણ વીજળી ઉત્પન્ન કરતી હાઈબ્રિડ સોલર પેનલની કરી શોધ

Live TV

X
  • સામાન્ય રીતે સોલર પેનલ માત્ર સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી જ વીજળીનું ઉત્પાદન કરી શકે છે, પરંતુ સુરતના યુવા સંશોધક કોમિલ કોલડિયાએ એક એવી ક્રાંતિકારી પેનલ બનાવી છે જે રાત્રે પણ વીજળી ઉત્પન્ન કરી શકે છે.

    તેમણે હાઈબ્રિડ સ્પ્રેક્ટ્રલ પેનલ બનાવી છે, જે દિવસ દરમિયાન સૂર્યના તડકાથી તેમજ રાત્રીના અંધારામાં પણ વીજળીનું ઉત્પાદન કરે છે.કોમિલની સોફ્ટ ડ્રિંક્સ બનાવવાની ફેક્ટરી છે. તેમણે પોતાની ફેક્ટરી પર સોલાર પેનલ લગાવવાની યોજના બનાવી હતી, પરંતુ તેમની છત પર લગાવેલી સામાન્ય સોલાર પેનલ દ્વારા થતું વીજળીનું ઉત્પાદન તેમના વપરાશ કરતાં ઓછું પડતું હતું.આ સંજોગોમાં તેમને વિચાર આવ્યો કે શું સોલર પેનલથી રાત્રે પણ વીજળીનું ઉત્પાદન કરી શકાય કે નહીં? ત્યાર બાદ તેમણે ફેક્ટરી પર સંશોધન કરવાનું શરૂ કર્યું.આ સંશોધન માટે તેમણે થર્મો ઇલેક્ટ્રિક જનરેટર ભારત સહિત જર્મની, યુએસ અને સ્કોટલેન્ડથી મંગાવ્યા હતાં. સખત મહેનત અને 28 દિવસના સતત પ્રયાસો બાદ તેમને આ ટેક્નોલોજીમાં સફળતા મળી હતી. તેમણે આ શોધ માટે પેટન્ટ પણ મેળવી લીધી છે.

    કોમિલ કોલડિયા હવે સોલાર પેનલ બનાવતી કંપની સાથે ટાઇ-અપ કરીને આ હાઈબ્રિડ પેનલનું મોટા પાયે ઉત્પાદન કરશે.આ હાઈબ્રિડ પેનલનો ઉપયોગ અંતરિયાળ ગામડાઓ કે જ્યાં વીજળી ન પહોંચતી હોય, અથવા તો હાઈ એલ્ટિટ્યૂડ વાળી જગ્યાઓ, જ્યાં વીજળી પહોંચાડવી કે ઉત્પન્ન કરવી અઘરી હોય છે, તેવી જગ્યાઓ પર વીજળી ઉત્પન્ન કરવાનું કાર્ય સરળ બનાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply