સુરતના સરથાણા વિસ્તારના એક કોચિંગ ક્લાસમાં શોર્ટ સર્કીટને કારણે આગ. પાંચ લોકોના મૃત્યુ
Live TV
-
સુરતના સરથાણા વિસ્તારના એક કોચિંગ ક્લાસમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગવાની ઘટના જોવા મળી છે. આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુના સમાચાર છે. અંદર ફસાયેલા લોકો માટે બચાવકાર્ય શરૂ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૂરતમાં સરથાણામાં ટયૂશન કલાસમાં લાગેલી આગની દૂર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી મૂકેશ પૂરીને સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ આ આગ લાગવાની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સુચવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ આ આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.
