સુરતના સ્ટાર્ટઅપનો રાષ્ટ્રીય રેકોર્ડ: ભારતીય સેનાને માત્ર 60 દિવસમાં 100 સ્વદેશી કામિકાઝે ડ્રોનની ડિલિવરી
Live TV
-
સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ આપતાં સુરતના ડિફેન્સ-ટેક સ્ટાર્ટઅપ 'ઇનસાઇડ FPV'એ એક અભૂતપૂર્વ સિદ્ધિ હાસલ કરી છે.
આ સ્ટાર્ટઅપે ભારતીય સેના માટે માત્ર 60 દિવસમાં 100 ઘાતક સ્વદેશી કામિકાઝે ડ્રોન તૈયાર કરીને સંરક્ષણ ક્ષેત્રે સૌથી ઝડપી ડિલિવરીનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. સેનાની કટોકટીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ અત્યાર સુધીની સૌથી ઝડપી અને રેકોર્ડબ્રેક સપ્લાય માનવામાં આવી રહી છે.આ મોટી સફળતા પાછળ કેન્દ્ર સરકારના પ્રોત્સાહન ઉપરાંત ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ નીતિ હેઠળ મળેલી આર્થિક ગ્રાન્ટ અને સીધા રોકાણની મહત્વની ભૂમિકા રહી છે. સરકારી પીઠબળને કારણે જ સ્થાનિક નવયુવાનો સેના માટેનું આટલું મોટું અને પડકારજનક લક્ષ્ય સમયસર પૂરું કરવામાં સફળ રહ્યા છે. આ સિંગલ-યુઝ કામિકાઝે ડ્રોન કલાકના ૨૫૦ કિલોમીટરથી વધુની ઝડપે દુશ્મન પર ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે.વિદેશી હથિયારોની સરખામણીએ આ સ્વદેશી ડ્રોન કિંમતમાં અત્યંત સસ્તા છે, જે વિદેશી નિર્ભરતા ઘટાડશે.સંરક્ષણ નિષ્ણાતો આ ડ્રોન ટેકનોલોજીને સરહદની સુરક્ષા અને ભવિષ્યના યુદ્ધો માટે 'ગેમ ચેન્જર' ગણાવી રહ્યા છે.સુરતના આ યુવાનોની સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે ભારત હવે પોતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે સક્ષમ, સજ્જ અને આત્મનિર્ભર છે. આ ટેકનોલોજી આગામી સમયમાં ભારતીય સરહદોની સુરક્ષા વ્યવસ્થામાં મોટો અને નિર્ણાયક બદલાવ લાવશે.
