Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
સુરતના હીરા ઉદ્યોગમાં સુધારાના એંધાણ: વૈશ્વિક માંગ વધતા ઉત્પાદન વધારવા સંકેત | DD News Skip to main content
Settings Settings for Dark

સુરતના હીરા ઉદ્યોગમાં સુધારાના એંધાણ: વૈશ્વિક માંગ વધતા ઉત્પાદન વધારવા સંકેત

Live TV

X
  • છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે.

    વૈશ્વિક બજારમાં ખાસ કરીને અમેરિકા અને ચીનમાં નેચરલ ડાયમંડની માંગમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે, જેના પરિણામે હીરા ઉદ્યોગમાં ફરી તેજીના આશાવાદનો માહોલ સર્જાયો છે.બોત્સવાનાની અગ્રણી કંપની 'ડેબ્સવાના'એ આગામી સમયમાં રફ હીરાનું ઉત્પાદન વધારીને 1.8 કરોડ કેરેટ કરવાનો નિર્ણય લીધો છે. ખાણ કંપનીઓ દ્વારા લેવાયેલો આ નિર્ણય વૈશ્વિક ડાયમંડ માર્કેટમાં સુધારાનો મજબૂત સંકેત માનવામાં આવે છે.સુરતને મળશે લાભ: સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટના જણાવ્યા અનુસાર, રફ હીરાની ઉપલબ્ધિ વધવાથી સુરતના હીરાના કારખાનાઓમાં કામકાજમાં ગતિ આવશે. આનાથી કટિંગ અને પોલિશિંગના ઓર્ડર વધશે, જે હજારો કારીગરો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે.નિષ્ણાતોના મતે, હજુ સંપૂર્ણ તેજી આવવામાં સમય લાગી શકે છે, પરંતુ વર્તમાન સકારાત્મક સંકેતોને કારણે આગામી મહિનાઓમાં પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં પણ મોટો સુધારો જોવા મળી શકે છે. છેલ્લા બે વર્ષના સંઘર્ષ બાદ હીરા ઉદ્યોગ માટે આ વિકાસ એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply