Skip to main content
Settings Settings for Dark

સુરતમાં આભ ફાટ્યું: પલસાણામાં 18 અને કામરેજમાં 16 ઇંચ વરસાદ

Live TV

X
  • સુરતમાં આભ ફાટ્યું: પલસાણામાં 18 અને કામરેજમાં 16 ઇંચ વરસાદ

    દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મંગળવારે સુરત જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. માત્ર થોડા જ કલાકોમાં ખાબકેલા અનરાધાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

    માત્ર બે કલાકમાં 14 ઇંચ વરસાદ: કલેક્ટર તેજસ પરમાર

    સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મંગળવારે સવારે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં સુરત શહેરમાં 13 થી 14 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘતાંડવ જોવા મળ્યું છે, જેમાં પલસાણા: રેકોર્ડબ્રેક 18 ઇંચ વરસાદ, કામરેજ: 16 ઇંચ વરસાદ નોંધાયો.  આ અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

    NDRF અને SDRFની ટીમો મેદાનમાં, 1200 લોકોનું રેસ્ક્યુ

    પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકા (SMC)ની તમામ ટીમો સતત ગ્રાઉન્ડ ઝીરો પર કાર્યરત છે. બચાવ કામગીરીને વેગ આપવા માટે NDRFની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની વધુ 3 વધારાની ટીમોને તાત્કાલિક સુરત માટે રવાના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લાના પૂરગ્રસ્ત તેમજ સંવેદનશીલ વિસ્તારોમાંથી 1200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં (સ્થળાંતર) આવ્યા છે.

    તાપી નદી અને ઉકાઈ ડેમની સ્થિતિ નિયંત્રણમાં

    ભારે વરસાદ વચ્ચે રાહતના સમાચાર આપતા કલેક્ટરે જણાવ્યું કે, હાલ તાપી નદી અને ઉકાઈ ડેમની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈ તાત્કાલિક જોખમની સ્થિતિ નથી. તંત્ર દ્વારા ડેમની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે.

    શાળાઓ-કોલેજોમાં રજા, પ્રશાસનની નાગરિકોને અપીલ

    હવામાન વિભાગ દ્વારા બુધવાર માટે પણ સુરતમાં 'ઓરેન્જ' અને 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગરૂપે સુરત જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

    જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે ખૂબ જ અનિવાર્ય કામ સિવાય ઘરની બહાર ન નીકળવું. પાણી ભરાયેલા રસ્તાઓ કે વિસ્તારોમાં જવાનું ટાળવું. કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સરકારી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply