Skip to main content
Settings Settings for Dark

સુરત-કામરેજના ગલતેશ્વર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ૭૭મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

Live TV

X
  • રાજ્યવ્યાપી ૭૭મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગલતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો. પવિત્ર તાપી નદીના તટે, ચોમાસાના આહ્લાદક વરસાદી માહોલ અને નયનરમ્ય હરિયાળી વચ્ચે આવેલા શ્રદ્ધાધામ ગલતેશ્વર મહાદેવ મંદિર પરિસર સ્થિત શારદા સાંસ્કૃતિક ભવન હોલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ-સુરત અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત વન મહોત્સવમાં "એક પેડ મા કે નામ 3.0" અભિયાન હેઠળ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો હતો. 

    વન સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વનરક્ષકો તેમજ પર્યાવરણનું જતન કરનાર ઉત્સાહી સ્વયંસેવકોનું વિશેષ સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. સાથે જ, સામાજિક વનીકરણ વિભાગ, સુરત દ્વારા પ્રકાશિત ખાસ માહિતી પુસ્તિકાનું વિતરણ અહીં ઉપસ્થિત ખેડૂતો, ગ્રામજનોને કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના અંતરિયાળ ગામોમાં પણ વિવિધ રોપાઓ મેળવવા અંગેની વિગતવાર માહિતી આ પુસ્તિકામાં પૂરી પડાઈ છે.

    આ પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન મહોત્સવ અને વનીકરણ પ્રવૃત્તિઓને પર્યાવરણના જતન માટે સમર્પિત કરી છે. ભારત એવો દેશ છે જ્યાં અગ્નિ, પર્વત, વાયુ, જળ, સૂર્ય, ચંદ્ર અને તારાની પૂજા કરવાની પરંતરા છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિનું પૂજન કરીને દરેક ધાર્મિક કાર્ય કરવામાં આવે છે એમ જણાવી જો આપણે પાન-મસાલા ખાઈને ગમે ત્યાં ન થૂંકીએ અને પ્લાસ્ટિકનો કચરો આપણી આસપાસ ન ફેંકીએ, તો પણ તે વન મહોત્સવની સાચી ઉજવણી ગણાશે. તેમણે વધુમાં કહ્યું કે, વૃક્ષો માત્ર ઓક્સિજન ના સ્ત્રોત જ નથી, પરંતુ સમગ્ર પર્યાવરણ, જળચક્ર, પશુ-પક્ષીઓ અને વન્ય- માનવજીવન સાથે સીધા જોડાયેલા છે. તેથી વન મહોત્સવ માત્ર એક દિવસની ઉજવણી પૂરતો સીમિત ન રહે, પરંતુ વૃક્ષારોપણ અને વાવેલા વૃક્ષોના  ઉછેરનો સંકલ્પ સૌએ લેવો જોઈએ.

    આપણું રાજ્ય ઝડપથી ઔદ્યોગિક પ્રગતિ કરી રહ્યું છે ત્યારે વન વિસ્તાર મર્યાદિત હોવાથી પર્યાવરણીય સમતુલા જાળવવા ઉપલબ્ધ તમામ જમીન પર વ્યાપક વૃક્ષારોપણ કરવાની હાકલ મંત્રીશ્રીએ કરી હતી. વન મહોત્સવ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ લોકભાગીદારી દ્વારા વૃક્ષો વાવી તેમનું મમતાપૂર્વક જતન કરવા અપીલ કરી હતી. આવનારી પેઢીને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું ગુજરાત આપવું હોય તો પાણી બચાવવા, વૃક્ષો વાવવા અને પ્રકૃતિનું સંરક્ષણ કરવું સૌની સામૂહિક જવાબદારી હોવાનું ભારપૂર્વક કહ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
apply