Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર ITIના યુવાનોની કમાલ, સ્માર્ટ સિસ્ટમ અકસ્માત બાદ 5 કિમીમાં મોકલશે એલર્ટ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજકોટ ખાતે યોજાઈ રહેલા 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન'માં ગુજરાતની યુવાશક્તિનો દબદબો જોવા મળી રહ્યો છે. આ પ્રદર્શનમાં સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ. (ITI)ના તાલીમાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલી ‘ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ’ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતના વધતા કદનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજકોટ ખાતે યોજાઈ રહેલા 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન'માં ગુજરાતની યુવાશક્તિનો દબદબો જોવા મળી રહ્યો છે. આ પ્રદર્શનમાં સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ. (ITI)ના તાલીમાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલી ‘ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ’ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતના વધતા કદનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

    કેવી રીતે કરે છે કામ?
    સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર દિવ્યાંગ જે. શાહના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી આ સિસ્ટમ અકસ્માત નિવારણમાં ક્રાંતિકારી સાબિત થઈ શકે છે:

    ચેઈન અકસ્માત પર રોક: જ્યારે કોઈ વાહનનો અકસ્માત થાય, ત્યારે આ સિસ્ટમ ૫ કિમીની ત્રિજ્યામાં આવતા અન્ય વાહનોને ત્વરિત એલર્ટ મોકલે છે. ખાસ કરીને ધુમ્મસ કે રાત્રિના સમયે પાછળથી આવતા વાહનો ચેતી જાય છે અને 'ચેઈન એક્સિડન્ટ' ટાળી શકાય છે.

    ઓટોમેટિક ઇમરજન્સી કોલ: અકસ્માત થતાં જ GPS લોકેશન સાથે નજીકના પોલીસ સ્ટેશન, ૧૦૮ સેવા અને પરિવારજનોને આપોઆપ મેસેજ પહોંચી જાય છે.

    ગોલ્ડન અવર: આ સિસ્ટમ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને પ્રથમ કલાકમાં જ (Golden Hour) તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત થાય છે.

    મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બિરદાવ્યા
    આ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી ચૂક્યો છે. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ ઇનોવેશનને રૂબરૂ નિહાળ્યું હતું અને વિદ્યાર્થીઓની ટીમને પોતાના નિવાસસ્થાને આમંત્રિત કરી વ્યક્તિગત રીતે અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્કિલ ઇન્ડિયા' વિઝનને આ યુવાનો સાર્થક કરી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply