Skip to main content
Settings Settings for Dark

સેકટર-8 ખાતે ગાંધીનગર મહાનગર ભાજપાના કાર્યાલયની મુલાકાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

Live TV

X
  • ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સેકટર-8 ખાતે ગાંધીનગર મહાનગર ભાજપાના નિર્માણાધીન નવીન કાર્યાલયની મુલાકાત લઈ તે સંદર્ભે જાણકારી મેળવી હતી તેમજ ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે હળવા અંદાજમાં સહજ સંવાદ કર્યો હતો.

    તેમણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના આહ્વાન મુજબ યોગ્ય જતનના સંકલ્પ સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને તેમાં ભાજપા સંગઠન વિશેષ રીતે યોગદાન આપે તેવી હાકલ કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવેએ આકાર પામી રહેલા નવા કાર્યાલય અંગે હર્ષ સંઘવીને વિવિધ માહિતી આપી હતી. મેયર મીરાબેન પટેલ સહિત કાર્યકરો આ વેળાએ ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply