Skip to main content
Settings Settings for Dark

સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય

Live TV

X
  • ગુજરાતમાં માઈક્રોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, સીજી પાવર - રેનેસાસ તથા કેયન્સ સેમિકોન જેવી કંપનીઓ સેમિકન્ડક્ટર્સ ચિપનું નિર્માણ કરશે

    આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. આ સેમિકન્ડક્ટર્સની જરૂરિયાતને પહોંચી વળવા, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન ઇકોસિસ્ટમનું નિર્માણ કરીને ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે વર્ષ 2021માં “ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન” ને મંજૂરી આપી હતી. આ મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ. 76000 કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અગાઉ સાણંદ ખાતે રૂ. 22,500 કરોડથી વધુની કિંમતના માઈક્રોન કંપનીના સેમિકંડક્ટર ATMP પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, ધોલેરા સેમિકોન સિટી ખાતે રૂ. 91000 કરોડથી વધુના ખર્ચે ભારતના પ્રથમ કોમર્શિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-એનેબલ્ડ સેમિકન્ડક્ટર ફેબનું નિર્માણ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) અને ટાઈવાનની કંપની PSMC દ્વારા કરવામાં આવશે. સાણંદ જી.આઈ.ડી.સીમાં કુલ રૂ. 7,500 કરોડથી વધુના પ્રોજેક્ટ ખર્ચ સાથે સીજી પાવર અને રેનેસાસ કંપની દ્વારા સેમિકંડક્ટર OSAT ફેસિલિટીની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સાણંદમાં કેયન્સ સેમિકોનના પ્લાન્ટને પણ સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે, આ પ્લાન્ટ દ્વારા રૂ. 3,300 કરોડના રોકાણ સાથે અંદાજે 60 લાખ ચિપનું પ્રતિદિન ઉત્પાદન કરવામાં આવશે. 

    ગુજરાતમાં સેમિકન્ડક્ટર એકમો દ્વારા કરવામાં આવેલ રોકાણના ફળસ્વરૂપે રાજ્યમાં ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીઓનું સર્જન થશે. આ એકમોનું નિર્માણ નોંધપાત્ર રીતે ભારતને સેમિકન્ડક્ટર ચિપની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે તેમજ ઓટો, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ અને ટેલિકોમ જેવા સંબંધિત ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે. સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરીને ગુજરાત ભારતીય સેમિકંડક્ટર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા બાબતે અગ્રેસર રાજ્ય બન્યું છે. 

    આ ઉપરાંત ગુજરાતના ધોલેરાને “સેમિકોન સિટી” તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ખાતે સ્થપાનાર સેમિકન્ડક્ટર યુનિટને કેટલાક વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. જેમાં ફેબ પ્રોજેક્ટ માટે જમીનની ખરીદી પર 75 ટકા સુધીની સબસિડીનો સમાવેશ થાય છે. આ સાથે ધોલેરાને ભારતના પ્રથમ ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટી તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો લાભ ઉદ્યોગો અને નાગરિકોને વધુ સારી રીતે મળી શકશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply