Skip to main content
Settings Settings for Dark

સેવા સંકલ્પ અભિયાન-‘સેવા મારું યોગદાન

Live TV

X
  • ખેડા જિલ્લામાં ‘સેવા મારું યોગદાન અંતર્ગત ‘25 કરોડ બાળકોના સપનાનું ભારત’ વિષય પર ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાઈ

    સેવા સંકલ્પ અભિયાન-‘સેવા મારું યોગદાન’ અંતર્ગત ‘25 કરોડ બાળકોના સપનાનું ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ખેડા જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તથા ચિત્ર પ્રદર્શનનું વિવિધ શાળાઓ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જનપ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં  વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 

    વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ, વક્તૃત્વ કૌશલ્ય, આત્મવિશ્વાસ તેમજ ભારતના ઉજ્જવળ ભવિષ્ય અંગેની વિચારધારાને પ્રોત્સાહન મળે તેવા હેતુથી યોજાયેલી આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ તાલુકાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળા વિકાસ સંકુલના કન્વીનર, આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    નડિયાદ તાલુકો: સંતરામ વિદ્યાલય, નડિયાદ ખાતે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં 44 અને વક્તૃત્વ સ્પર્ધામાં 44 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

    આ કાર્યક્રમમાં જાહેર હિસાબ સમિતિ, ગાંધીનગર, ગુજરાત રાજ્યના અધ્યક્ષ પંકજ દેસાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક આર.પી. સુમેરા, સરકારી માધ્યમિક શાળા મંગળપુરના આચાર્ય રીતેશ પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક ચેતન તથા નરેન્દ્ર તેમજ નડિયાદ સેતુ સંકુલના કન્વીનર અને સહકન્વીનર ઉપસ્થિત રહ્યા હતા.

    ગળતેશ્વર તાલુકો: ગળતેશ્વર તાલુકાની મોડર્ન હાઈસ્કૂલ ખાતે ‘વિકસિત ભારત-2047’ અંતર્ગત ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

    મહેમદાબાદ તાલુકો: એમ.એન. શાહ હાઈસ્કૂલ, માંકવા ખાતે સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં ૨૨ અને વક્તૃત્વ સ્પર્ધામાં ૨૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

    કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ અજય ડાભી, જિલ્લા પંચાયત સદસ્ય, સરપંચશ્રી, ટી.પી.ઓ, બી.આર.સી. તથા તાલુકાની વિવિધ શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    કપડવંજ તાલુકો: કપડવંજ તાલુકામાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કર્મયોગી શાળા વિકાસ સંકુલના ઉપક્રમે જીવન શિલ્પ પ્રાથમિક શાળા ખાતે ‘વિકસિત ભારત-2047’ અંતર્ગત ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા તથા ચિત્ર પ્રદર્શન યોજાયું હતું.

    કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જે.કે. પરમાર, કપડવંજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા કમિટીના સભ્યો તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

    ઠાસરા તાલુકો: શ્રી પી.આર. શાહ હાઈસ્કૂલ, રાણીયા ખાતે ઠાસરા તાલુકાની સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં ૩૧ અને વક્તૃત્વ સ્પર્ધામાં ૩૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

    આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી લક્ષ્મણસિંહ પરમાર સહિત સંગઠનના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના કાર્યક્રમના નોડલ ઓફિસર સુશીલ બ્રહ્મભટ્ટ તથા મદદનીશ શિક્ષણ નિરીક્ષક ડી.એ. વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. ગોમતી શાળા વિકાસ સંકુલના કન્વીનરશ્રી દ્વારા કાર્યક્રમનું સુચારૂ સંચાલન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ દ્વારા વિજેતા સ્પર્ધકોને ઇનામરૂપે રૂ. 2001/- આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

    ખેડા તાલુકો: ખેડા તાલુકામાં એચ.એન.ડી. પારેખ હાઈસ્કૂલ ખાતે ‘વિકસિત ભારત-2047’ અંતર્ગત ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

    કઠલાલ તાલુકો: કઠલાલ તાલુકાની શેઠ એમ.આર. હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સારથી શાળા વિકાસ સંકુલના ઉપક્રમે ‘વિકસિત ભારત-2047’ અંતર્ગત ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા તથા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમમાં કઠલાલ તાલુકાના ધારાસભ્ય રાજેશ ઝાલા, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા કમિટીના સભ્યો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી. કઠલાલ, એસ.વી.એસ. કન્વીનર શ્રી બ્રિજેશભાઈ પટેલ તથા મદદનીશ શિક્ષણ નિરીક્ષક એમ.આર. ડાભી ઉપસ્થિત રહ્યા હતા.

    પ્રાથમિક શાળાઓમાંથી ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં ૧૬-૧૬ વિદ્યાર્થીઓએ, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી આશરે 16 વિદ્યાર્થીઓએ ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ધારાસભ્ય દ્વારા પ્રથમ ત્રણ ક્રમના વિજેતા વિદ્યાર્થીઓને કુલ રૂ. 30,600/- જેટલી ઇનામી રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

    માતર તાલુકો:  શ્રી એન.સી. પરીખ સ.વિ. મંદિર, માતર ખાતે માતર તાલુકાની સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં 8 અને વક્તૃત્વ સ્પર્ધામાં 8 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

    કાર્યક્રમમાં માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશ પરમાર, હોદ્દેદારો, મામલતદાર તથા ટી.પી.ઓ. ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની કલ્પના, પ્રતિભા અને વિચારોને ચિત્ર તથા વક્તૃત્વના માધ્યમથી રજૂ કરવાની તક મળી હતી. ‘25 કરોડ બાળકોના સપનાનું ભારત’ના સંકલ્પ સાથે યોજાયેલી આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ તથા વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભૂમિકા અંગે જાગૃતિ કેળવવામાં મહત્વપૂર્ણ બની રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
apply