Skip to main content
Settings Settings for Dark

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ કર્યા દેશ તેમજ વિદેશોની વિવિધ યુનિવર્સિટી સાથે એમઓયુ

Live TV

X
  • સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ પોંડીચેરી ખાતે ફ્રાન્સ, જર્મનીમાં દેવભાષા સંસ્કૃત સહિત સાહિત્ય ઈતિહાસ અને સામાજીક વિચારો માટે એમઓયુ કર્યા

    સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તાજેતરમાં પોંડીચેરી ખાતે ફ્રાન્સ, જર્મનીમાં દેવભાષા સંસ્કૃત સહિત સાહિત્ય ઈતિહાસ અને સામાજીક વિચારો માટે એમઓયુ કર્યા છે. આ સાથે દિલ્હી, બેંગ્લોર, રાજસ્થાન, જામનગર અને અમદાવાદ સહિતની વિવિધ યુનિવર્સિટીઓ તેમજ વિદેશોની યુનિવર્સિટી સાથે પણ એમઓયુ કર્યા છે. મહત્વનું છે કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019માં પણ ભાગ લીધો હતો. જેમાં સંસ્કૃત યુનિવર્સીટીના સ્ટોલની અનેક લોકોએ મુલાકાત લીધી હતી.અને સંસ્કૃત ડિપ્લોમા કોર્ષનાં પુસ્તકોમાં દેશ-વિદેશનાં મહાનુભાવોએ ઊંડો રસ દાખવ્યો હતો. ત્યારે જર્મનીની એડિનબર્ગ યુનિવર્સિટી સહિત ફ્રાન્સની એક યુનિવર્સિટી સાથે પણ સંસ્કૃત ભાષાનાં શિક્ષણ, સાહિત્યના આદાન-પ્રદાન અંગે પણ એમઓયુ થયા છે. આમ જુદા-જુદા દેશો દ્વારા સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા સહિતની વિચારધારાની આપ-લે થશે. તેમજ અન્ય દેશો પણ સંસ્કૃત ભાષાને જાણશે અને માણશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply