સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી મુખ્યમંત્રીએ કરાવ્યો હતો રાજ્યવ્યાપી પ્રારંભ: 5.50 લાખ કિશોરીઓને સુરક્ષિત કરવાનું લક્ષ્ય
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરથી દેશવ્યાપી HPV (Human Papillomavirus) રસીકરણ અભિયાનનો 28મી ફેબ્રુઆરીના રોજ પ્રારંભ કરાવ્યો છે.
જે અંતર્ગત ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
અફવાઓથી દૂર રહોગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) સામેની આ રસી અંગે ફેલાતી નકારાત્મક ટિપ્પણીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ના નિષ્ણાતોએ પાયાવિહોણી ગણાવી છે. તબીબોએ સ્પષ્ટ કર્યું છે કે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને અસરકારક છે.WHO, FDA અને ICMR જેવી સંસ્થાઓએ આ રસીને મંજૂરી આપી છે.
વંધ્યત્વ કે અન્ય આડઅસરોની વાતો માત્ર અફવા છે; વિશ્વના 100થી વધુ દેશોમાં આ રસી સફળતાપૂર્વક અપાય છે.ભારતમાં સર્વાઇકલ કેન્સરની ગંભીર સ્થિતિભારતીય મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર બીજા ક્રમે છે. આંકડાકીય વિગતો નીચે મુજબ છે:વિગતઆંકડાકીય માહિતીનિદાન દરદર 4 મિનિટ અને 12 સેકન્ડે એક કેસમૃત્યુ દરદર 7 મિનિટે એક મહિલાનું મૃત્યુમોડું નિદાન70-75% દર્દીઓ બીજા કે ત્રીજા સ્ટેજમાં આવે છેગુજરાતની સ્થિતિ (2022) 4928નવા કેસ અને 1781 મૃત્યુશા માટે 14 વર્ષની વયે રસી જરૂરી?તબીબોના જણાવ્યા અનુસાર, સર્વાઇકલ કેન્સર માટે મુખ્યત્વે HPV 16 અને 18 પ્રકારના વાયરસ જવાબદાર છે. 14 વર્ષની વયે આ રસી આપવાથી શરીરમાં વાયરસ સામે લડવાની સર્વોત્તમ રોગપ્રતિકારક શક્તિ વિકસે છે.
આ ચેપને કેન્સરમાં બદલાતા 10 થી 20 વર્ષ લાગે છે, તેથી કિશોરી અવસ્થામાં રસીકરણ એ 'ગોલ્ડન વિન્ડો' સમાન છે.ગુજરાત સરકારની મજબૂત વ્યવસ્થારાજ્ય સરકાર આ અભિયાન હેઠળ અંદાજે ૫.૫૦ લાખ કિશોરીઓને આવરી લેવાનું લક્ષ્ય ધરાવે છે:નિઃશુલ્ક રસીકરણ: બજારમાં એક ડોઝની કિંમત રૂ. 3,000છે, પરંતુ સરકાર રૂ.150 કરોડના ખર્ચે આ રસી મફત આપી રહી છે.કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ: રસીની ગુણવત્તા જાળવવા માટે +2 °C થી +8 °C તાપમાન સાથે 2297 કોલ્ડ ચેઈન પોઈન્ટ્સ કાર્યરત છે.ડિજિટલ મોનિટરિંગ: TeCHO+ અને SAFE-VAC પોર્ટલ દ્વારા રિયલ-ટાઈમ દેખરેખ રાખવામાં આવે છે.ડૉક્ટરોની અપીલ: "સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ." વાલીઓએ કોઈ પણ અફવા કે ડર રાખ્યા વગર પોતાની દીકરીનું રસીકરણ કરાવવું જોઈએ.
