સ્વનિર્ભર અમરોલી કોલેજમાં Rakhi Making સ્પર્ધાની ઉજવણી
Live TV
-
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિના ભાગરૂપે Rakhi Making સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના ૪૫ જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કલાનું અદભુત પ્રદર્શન કર્યું હતું. આર્ટ એન્ડ ક્રાફટ આર્ટિસ્ટ મિ. શિવાની ઠક્કર જેઓ સ્પર્ધાના નિર્ણાયક તરીકે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નિર્ણાયક શ્રી દ્વારા સ્પર્ધાના વિજેતા તરીકે પ્રથમ ક્રમે - સાવલિયા હીર (T.Y.B.C.A.), દ્વિતીય ક્રમે - શિરોયા ઉન્નતિ (S.Y.B.C.A.), તૃતીય ક્રમે - અકબરી હેત (S.Y.B.C.A. Winter) અને આશ્વાસન ઇનામ - ભતાસના તુલસી (T.Y.B.C.A.), દવે મમતા (S.Y.B.C.A. Winter) જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શક હેઠળ સાંસ્કૃતિક સમિતિના સભ્યો ડૉ.રાગિણી પ્રસાદ, ટ્વિન્કલ પંચાલ, દમયંતી પટેલ, નેન્સી મોદી, વૈષ્ણવી ગોરખીયા અને પ્રિયંકા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
