સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિતે ગાંધીનગર ખાતે યોજાયું યુવા સંમેલન
Live TV
-
હજારો યુવાનો થયા એકત્રીત, આગામી એક વર્ષ સુધી સ્વચ્છતા અને આરોગ્ય જેવી સંબધિત બાબતો પર સંકલ્પબદ્ધ રહેવા વ્યકત્ કરી નેમ, મુખ્યમંત્રી વિજય રૂપાણીની યુવા સંમેલનમાં પ્રેરક ઉપસ્થિતી
સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમત્તે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યુગ પુરુષ, યુવા પરિષદનું આયોજન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં સ્વામી વિવેકાનંદેના ગુણોનું સિંચન થાય. તે આશયથી સ્વામી વિવેકાનંદજીના ચરિત્ર પર બનેલી ફિલ્મ યુવાઓને બતાવવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં લેવામાં આવેલા કેન્દ્ર સરકારના નિર્ણયોની સરાહના કરી હતી. સાથે મહાત્મા ગાંધી અને ભારત સરકારના સપનાંને સાકાર કરવા દેશના યુવાનોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું હતું.
