Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
હર્ષ સંઘવી દ્વારા સુરતમાં 36માં નેશનલ ગેમ્સના કાર્નિવલની શરૂઆત | DD News Skip to main content
Settings Settings for Dark

હર્ષ સંઘવી દ્વારા સુરતમાં 36માં નેશનલ ગેમ્સના કાર્નિવલની શરૂઆત

Live TV

X
  • સુરત ખાતેથી 36માં નેશનલ ગેમ્સના કાર્નિવલની શરૂઆત રમતગમત, મહેસૂલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાઇ હતી. ઉધના મગદલ્લા અને વેસુ વિસ્તાર વચ્ચેના કેનાલ પાથ વે ખાતે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 

    ત્રણ દિવસના કાર્નિવલમાં પારંપરિક રમતોથી કાર્નિવલની રમવામાં આવશે, આ સાથે જ સંસ્કૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 29 તારીખ ગુજરાત માટે ખૂબ મહત્વની બની રહેશે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 36મી નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કરશે. ન ભૂતો ન ભવિષ્ય પ્રકારનું આયોજન છે, મહત્વની વાત એ છે કે માત્ર 90 દિવસમાં તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. 

    તેમણે ગુજરાતના લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે સમગ્ર દેશમાંથી ખેલાડીઓ ગુજરાત આવવાના છે, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે તથા ગેમ્સને જોવા પણ આવવા લોકોને અપીલ કરી હતી. મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં અલગ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી, જ્યાં સુરત શહેર પોલીસના સ્ટોલ પર અલગ અલગ ગન પર હાથ અજમાવ્યો હતો, ત્યાં જ ગામઠી રમતો પણ રમ્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply