હવે સોમનાથ મંદિરમાં શરૂ થશે ભોજનાલય, પ્રવાસીઓને મફતમાં મળશે ભોજન
Live TV
-
સોમનાથ મંદિરમાં સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી વિકાસના અનેક કામો થઇ રહ્યા છે ત્યારે હવે અહીયા દર્શન કરવા આવતા યાત્રીઓ માટેની સુવિદ્યામાં વધુ એક ઉમેરો થયો છે. જેમાં હવે દર્શનાર્થીઓને વિનામૂલ્યે ભોજનપ્રસાદી રહેશે તે માટે ભોજનાલય શરૂ કરવામાં આવશે.
જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારે 11 વાગ્યાથી બપોરના ત્રણ અને સાંજે સાત થી 11 વાગ્યા સુધી આ ભોજન સુવિદ્યાનો લાભ મળશે. હાલ સોમનાથ ટ્રસ્ટના ભોજનાલયમાં છેલ્લા બે વર્ષમાં ભાવિકોને ગુંદી-ગાઠીયાનો નાસ્તો વિના મૂલ્યે આપવામાં આવે છે. સોમનાથ મંદિરમાં પ્રતિ વર્ષ એક કરોડ જેટલા યાત્રીકો આવતા હોય છે ત્યારે લાખો લોકો હવે વિના મૂલ્યે ભોજન લઇ શકશે.
તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહારથી આવતા યાત્રિકો માટે એક નવી સુવિદ્યાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં કોઇપણ વ્યક્તિ સોમનાથ ટ્રસ્ટમાં માત્ર 11000 રૂપિયા ભરીને નવા અદ્યતન હોલમાં લગ્નવિધી માટેની સુવિદ્યા મેળવી શકશે. જેમાં ગોર મહારાજ, બાજોટ, ખુરશીઓ, રહેવાની વ્યવસ્થા, જાનનો ઉતારો, લગ્નનું પ્રમાણપત્ર અને ડ્રેસીંગ રૂમ જેવી વ્યવસ્થા આપવામાં આવશે.
