Skip to main content
Settings Settings for Dark

હોળીના ત્રીજા દિવસે કવાંટ ખાતે યોજાયો ઘેરનો મેળો

Live TV

X
  • દર વર્ષે હોળીના ત્રીજા દિવસે કવાંટ ખાતે ઘેરનો મેળો યોજાય છે. આદિવાસીઓ ઘેરૈયા બની માનતા પુરી કરે છે. કવાંટના ઠેર ઠેર ઘેરૈયાની ટુકડીઓ વિશેષ આદિવાસી વેશ ભૂષામાં ઢોલ નગારા સાથે નાચ ગાન કરતા ફરે છે. આ વખતે સરકારે ઘેર મેળા માટે વિશેષ વ્યવસ્થા પુરી પાડી છે. 

    આ મેળામાં આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર, પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, સાથે નેતાઓ મન મૂકી આદિવાસી નૃત્યની મજા માણી હતી. આ મેળાને માણવા, દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સરકાર દ્વારા ભાતિગળ મેળા માટે વિશેષ આયોજન કર્યું હતું. આદિવાસી કલાકારો માટે વિવિધ સ્પર્ધા યોજી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે આદિવાસી હસ્ત કલાકારોને સ્ટોલ આપી રોજગારી માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં પારંપરિક નૃત્ય કલાકારોને એડવાન્સમાં સહાય આપી તેમને મદદરૂપ થયા હતા. મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિત, આગેવાનોએ, મેળામાં ઉપસ્થિત કલાકારોને, આવકાર્યા અને બિરદાવાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply