૧૨ વર્ષ વિશ્વાસના વિકાસના જન કલ્યાણના-'સ્વચ્છતા સપ્તાહ અભિયાન'
Live TV
-
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં ૮ થી ૧૪ જુન સુધી -"સ્વચ્છતા સપ્તાહ અભિયાન" ચાલી રહ્યું છે.
જે પૈકી ગતરોજ "સ્વચ્છતા સપ્તાહ અભિયાન" અંતર્ગત ખેડા જિલ્લાના વિવિધ ગામોમાં વ્યાપક સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી . રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગામોમાં ગટર અને ડ્રેનેજ લાઇનની સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી. ગ્રામજનો, સરપંચ, પંચાયતના સભ્યો, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોના સહયોગથી ગામોને વધુ સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા માટે શ્રમદાન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન દરમિયાન એકત્રિત થયેલા કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે લોકોને સ્વચ્છ પર્યાવરણ જાળવવા અપીલ કરવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં અભિયાનને સફળ બનાવવા માટે સતત કામગીરી ચાલી રહી છે. સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામના સંકલ્પ સાથે ગ્રામજનોમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી એમ જિલ્લા ગ્રામ વિકાસએજન્સી નડિયાદની અખબારી યાદીમાં જણાવ્યું છે.
