Skip to main content
Settings Settings for Dark

‘વિકસિત ભારત 2047’ વિઝન અંતર્ગત રાજકોટમાં યોજાઈ તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા

Live TV

X
  • કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ દ્વારા જિલ્લા ગાર્ડન સ્થિત શાળા નં. 48 પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા ખાતે આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.
    ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને કમિશનર (શાળાઓની કચેરી)ના માર્ગદર્શન હેઠળ, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાના લક્ષ્ય સાથે ‘વિકસિત ભારત 2047’ના વિઝન તેમજ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના સેવા અને સુશાસનના 25 વર્ષની સફળ યાત્રાને બિરદાવવા માટે 17 સપ્ટેમ્બર 2026થી 17 ઓક્ટોબર 2026 દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ દ્વારા તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    શાળા કક્ષાએ ધોરણ 6થી 12માં ચિત્ર સ્પર્ધામાં ૧૬,૦૪૦ અને વક્તૃત્વ સ્પર્ધામાં ૧,૭૮૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી શાળા/ક્લસ્ટર કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓ પૈકી તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં ચિત્ર સ્પર્ધામાં ૭૪૨ અને વક્તૃત્વ સ્પર્ધામાં ૬૯ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના મુખ્ય વિષયો "મારા સપનાનું વિકસિત ભારત" અને "સેવા અને સુશાસનના ૨૫ વર્ષ" હતા. વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ, શાળા પ્રવેશોત્સવ, જળ સંચય, સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ચંદ્રયાનની સફળતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા ૧૫ જેટલા વિવિધ વિષયો પર પોતાની સર્જનાત્મક કલા-કૌશલ્ય અને વક્તૃત્વ શક્તિ રજૂ કરી હતી.
    મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા તથા કૌશલ્યની મુક્ત મને પ્રશંસા કરી હતી. 

    આ સમગ્ર આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટના ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન પ્રવિણ નિમાવત, શાસનાધિકારી  રમેશ જેઠવા, યુ.આર.સી. શ્રી સંદિપભાઈ ડાંગર અને  ભરત કાનગડના નેતૃત્વ હેઠળ સમગ્ર શિક્ષાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
    આ પ્રસંગે મેયર નેહલ શુક્લ, ધારાસભ્ય ભાનુ બાબરીયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, અગ્રણી  માધવ દવે, જિલ્લા શિક્ષણાધિકારી  દીક્ષિત પટેલ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
apply