Skip to main content
Settings Settings for Dark

‘સ્ટેક સ્ટેશન’,‘ડાયમંડ કટ્સ’થીમેટિક ઇન્ટિરીયર અને ‘પ્રકૃતિ સાથે પ્રગતિ’સાધતું અનોખુ એન્જિનિયરીંગ મોડેલ સમગ્ર દેશ માટે દિશાસૂચક

Live TV

X
  • સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા આધુનિકતા, ટેકનોલોજી, પર્યાવરણ અને હેરિટેજના સંકલન સાથે શહેરી પરિવહનને નવી દિશા આપવામાં આવી રહી છે.

    સુરત મેટ્રોમાં ડાયમંડ કટ્સ આધારિત થીમેટિક ઇન્ટિરિયર, દેશના પ્રથમ સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન સહિતની વિશેષતાઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર ખાતે અંદાજિત 110 ફૂટ ઊંડાઈએ સ્ટેક્ડ મેટ્રો સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અડાજણ ખાતે 700 વર્ષથી વધુ જૂના ઐતિહાસિક ચોર આમલી વૃક્ષના જતન માટે મેટ્રોનું અલાઈનમેન્ટ બદલવામાં આવ્યું છે. ડ્રીમ સિટી ડેપોમાં ૩ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે.મજુરાગેટ સ્ટેશન કોરિડોર-1 અને કોરિડોર-2ને જોડતું ઇન્ટરચેન્જ હબ બનશે. ખજોદ ખાતે 20 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા ડેપોમાં એકસાથે 24 ટ્રેનોના સ્ટેબિલિંગની સુવિધા સહિત આધુનિક ટેકનિકલ અને જાળવણી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ સુરતના ટકાઉ અને આધુનિક શહેરી વિકાસને નવી ગતિ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
apply