Skip to main content
Settings Settings for Dark

17 અને 18 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Live TV

X
  • ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ,મોહન અને વીરા નદી બે કાંઠે વહેતી થઇ, નર્મદામા કરજણ ડેમના બે દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

    છેલ્લા 15 દિવસમાં મેઘરાજાએ દક્ષિણગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ કરી છે.બીજીતરફ મધ્યગુજરાત અને ઉત્તરગુજરાતમાં છુટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 17 અને 18 જુલાઈએ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ માઝા મૂકી છે. ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે જેને લઈને જનજીવન ખોરવાયું છે. 

    ભારે વરસાદથી મોહન અને વીરા નદી બે કાંઠે વહેતી  થઇ છે. નર્મદામા કરજણ ડેમના બે દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભરૂચના નેત્રંગ પંથકમાં પણ જળબંબાકાર જોવા મળી રહ્યો છે.

    રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદનું જોર રહે તેવી શક્યતા છે. આજે દક્ષિણગુજરાતના સુરત,નર્મદા અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

    ગુજરાત, આસામ સહિતના રાજ્યોમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ જાણવા ગૃહમંત્રી અમિતશાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply